મને ખબર નથી કેવી રીતે આ લોકડાઉન ના દિવસો પસાર કર્યા છે ! એ પરેશાની ના દિવસ-રાત, કલાક-મિનિટો ને પળો જતાં જાણે કેટલો સમય લાગ્યો ?! મારૂ નાનું આવું ટાઉન કે જ્યાં રોજગારી માટે લોકો ફકત સાડીઑ ના છાપકામ પર નિર્ધાર રાખે છે . મજૂર-વર્ગ વધુ છે, લોકો યુ.પી બિહાર થી અહી છાપકામ ની મજૂરી કરવા માટે આવે છે. હું ભરવાડ સમાજમાં થી આવું છું, આમરે ત્યાં રિવાજો અલગ હોય છે. મે સામાજિક રીવાજો ની સાથે ખૂબ સંઘર્ષ કરેલો છે. આમરા માં નાનપણ થી જ સગાઈ થઈ જાય છે. મને એ સમજાવતા મને ખૂબ તક્લીફ થઈ કે હું અલગ છું ને મને સગાઈ લગ્ન જેવી બાબતો માં કોઈ રસ નથી. મારો મોટો ભાઈ જે ખુબ જ જિદ્દી અને ગુસ્સા વાળો છે એને મને ખુબ જ માર પણ માર્યો કે તારે આવી રીતે નહિ રહેવાનું , છોકરી ની જેમ જ રહેવાનું ! ને મારૂ ખરાબ નસીબ મારો પીછો છોડતું ના હોય એમ ભણવા માં પણ બહુ સરું ના કહી શકાય આવું પરફોમન્સ હતું. હું 9th કલાસ માં હતો ત્યારે મારી મમ્મી નું હદયરોગ ના લીધે આવસાન થયું ત્યારે તે મારાં માટે અસહ્ય હતું, ઍક અફસોસ જે આજ દિન સુધી ને હંમેશા માટે રહેશે એક ટ્રાન્સ વ્યકતી ની માં એના બચાવવાં માટે સૌથી મોટું હથિયાર હોય છે ,કારણ કે માં ને એના બાળકો ગમે તેવા હોય તોય તેને વહાલાં જ હોય છે. હું જોઇન્ટ ફેમલી રહું છું જેમાં મારાં પાપા, 2 ભાઈ ને એમની ફૅમિલી છે.
કોવિડ -19 ને લઈ ને માર્ચ ની 23તારીખે લોકડાઉન થયું અને પૂરા દેશ માં તે લાગું પડ્યુ અને તે દિવસ થી ભય નો માહોલ શરુ થયો .જીવ બચાવવા માટે ઘરે માં રહવું જરુરી છે એવા સંદેશાઑ વેહતા થયા અને હર એક જીંદગી માં બદલાવ શરુ થયા ને એમાંનો હું પણ ઍક હતો ! લોકડાઉન ને લીધે ધર માં જ રેહવા નુ થયુ ને ઘર માં જે T.G હોવા ના લીધે સહન કરવું પડ્યુ ને ભેદભાવ નો અનુભવ થયો એ અસહનીય છે. જે ભેદભાવ કરાતા તે આંખો સામે ઉજાગર થવા માંડયા પેપર વાંચવા ના મળે, મળે તો બઘા ની થી છેલ્લે મળે, જમવા માં પણ કયારેય આપણી પસંદગી પુછવા મા આવતી નથી જે રસોઈ બની હોય તે જમી લેવાનું બે શાક હોય તો જે વધારે હોય એ જ લેવાનું. નવા નવા નાસ્તાઓ બનાવતા હોય તો મને કોઈ વખત પુછવા માં આવતુ કે “તમેલેશો?!" એ એવી રીતે જ પુછવા માં આવતુ આવ્યુ હોય કે આપણે ના જ કહેવાની હોય. તમે જયા પઙયા ત્યાં જ પડી રહો, T.V તો મનેવરસો થી ભુલાઈ ગયું છે કારણ કે એમાં મારી પસંદગી ના કાર્યક્રમો જોવા એ તો મારો ભવ્ય ભૂતકાળ હતો..માં ખુબ લાડ કરતી હતી દરેકજીદ પુરી કરતી હતી હવે તો જાતે જાત ને સમજાવ ની છે… ને..
जैसे बच्चे को मां मनाती है
वैसे ही मैं अपने आपको मनाता हु
बच्चा चांद की जिद करता है और मे भी कुछ ऐसी ही अपने आपको मनाता हुवा चलता
अब माँ भी तो रही नहीं मनाने को सब के अपने रास्ते है
ओर रास्ते में अपने अपना ही कोई नहीं, नाही सपनो मै, नाही हकीकत में!
એમ છતાં હું ભગવાન નો આભાર માનું છું કે જે નાની સરખી આઉટસોર્સિંગ ની નોકરી કરુ છું ને પગભર છું. મનેવિચાર આવે છે. ”જે T.G પગભર નથી એ લોકો નુ શું થતુ હશે?". એમ છતાં પણ એક આશા છે કે “સુરજ નુ એક કિરણ નીકળે આપણું, પોતાનું પણ કયાંક એક ઘર નીકળે”
Edited by Ashish Pandya